Posts

જીવન તણી નાવ

Image
 શ્રી ગણેશાય નમઃ ઉંચેરા તે મોજડાં દરિયા ના ખેલાય  નાવડી જેમ માવડી ના ખોળે હીંચકા ખાય  ચારે બાજુ ધોમડો રાગ ભૈરવી ગાય ત્યારે વિકરાળ દરિયો જોઈ રૂવાંટા ઉભા થાય  હરિ નામ એક કાને મુખ જાય શંકર ગાય  હંસવું, રડવું, જીવવું, રમવું માનવ ભૂલી જાય  છાતી કાઢે દોઢ, દસ પગલાં આગળ જાય  એક મોજું ઉછાળે નાવડી, વિસ ડગલાં પાછા જાય હલેસા અને બાવડા મોજા ને મારતા જાય  ખલાસી જાણે જીવ આપી વહાણ ઉગારતા જાય  એક આંખે સોરઠ અને બીજે સ્વર્ગ દેખાય  ત્યારે એ તપસ્વી નો કર્મ પ્રભુ થાય  સોનેરા તે ઇતિહાસ રક્ત અને પરસેવે લખાય વાર્તા એની ન ગવાય જે કાંઠે ઉભો સંતાય  જીવન રૂપી દરિયા મેં ડૂબતો તરતો ગોથા ખાય લોકગીત તો સાહેબ એજ માનવી ના ગવાય  રાતે દરિયો તાંડવ કરી સકાળે શાંત થાય  બેલડી તારી ના ડૂબી જેસલ, પાપ તારા ધોવાય એકલિંગજી, કાત્યાયની ના આશિર્વદ  જયારે  અનુભવાય  ત્યારે ચોક્કસથી જીવન માં સોનેરી પરોઢ થાય  -  શુક્લ પક્ષ , પૂર્ણિમા ૨૦, જુલાઈ, ૨૦૨૪  -ધ્રુવ પંડ્યા  

Let Go

Image
  Breaking the cloud there roared a ray of light It seemed pretty determined, ready to fight but for when it gave the pretty rose a kiss The fire and flight were over and just bliss For we as humans are prone to a fight and expected to exhibit a roaring might How stressful it is to just keep repeating? Over and over have the same drum beating I saw a lion resting and loving his child While he is the king of the untamed wild For once he had learned what love feels How simply and fast the inner rage heals For once we have to let go and be free That is when we start to climb the tree tree of kindness, grace, and perennial joy Learning about the master's ultimate ploy So let go! I say, brothers and sisters of all the rage, fire, anger, and fight  Be at the arena with a different might Might of the almighty's greatest gift gift of love and kindness we happily lift Dhruv Pandya  © Sept 9, 2023

A Kite's Wisdom

Image
This poem is a reflection of the conversations I had with my father about the glorious past we had as a family. He was a successful officer and entrepreneur, and my mother was a Lawyer, excellent at ensuring wonderful and cheerful relationships with everyone. At some point, after she passed away, there was a new conundrum in relationships that became a learning curve for my family simultaneously while processing the grief of my Mother's loss. But like every life experience, there is a silver lining in this scenario, one which propelled our lives on a positive trajectory. I tried to summarize these scenarios in discussion with a Kite as Uttarayan or Makar Sankranti is one of my and my Mother's favorite festivals.   A Kite's Wisdom Ⓒ The flying kite in the mighty blue sky, Whispers  in my ears very slowly As the blowing wind tries to sway it by It says, time stops for no one!  Once we had people around to celebrate  We laughed, broke bread same meal we ate But the...

મન મારુ હર્ષાય

Image
મન મારુ હર્ષાય Ⓒ  ટહુકા કરતો મોરલો મોટેથી સંભળાય  ખળ ખળ વેહ્તું પાણી સરળ સરળ જાય  આભ સમો ઊંચો પર્વતલો ચમકતો દેખાય  હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન હર્ષાય  પીળા તે એ ફૂલડાં પર્વત પર લહેરાય  લીલા લીલા ઝાડવા એક બીજા માં સંતાય સામે નાચતું હરણ્યું વેગ થી પસાર થાય  હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન મલકાય  વાદળા રહિત આભ માં પક્ષી જયારે ગાય  હલકા સરળતા એ વાયરે સુંદર કવિતા ઘડાય  આથમતો સૂર્ય જયારે કેસરી રંગ ભરતો જાય  હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન ખુબ હર્ષાય  શું વરણું આગળ હવે જયારે ચંદ્ર તારા દેખાય  મોર ગયો પોઢી હવે તો ઘૂવડ છે ડાયરો ગાય  આ સંગીત યજ્ઞમાં જયારે શિયાળ પણ સંભળાય  હૃદય મારું શાંત થઇ મન પણ સુઈ જાય.... -ધ્રુવ પંડ્યા  Ⓒ દિનાંક: ૧૫ એપ્રિલ ૨૦૨૩ 

હરિ તમારો સાથ

Image
 શ્રી ગણેશાય નમઃ  જીવન ના પ્રતેક પડાવ માં નારાયણ કોક ને કોક સ્વરૂપ માં મારી રક્ષા એ દોડ્યા છે. એ ક્યારેક માં બને ને તો ક્યારેક મિત્ર બની ને, તો ક્યારેક પિતા સ્વરૂપે, તો કરાયે એક કુતરા ના પ્રેમ માં! જીવન માં માન, સન્માન તો ફક્ત નારાયણ થી છે, બાકી તો અવર-જવર છે. આત્મા ની પ્રાર્થના કેમ છે એનો મને ભાસ થયો ત્યારે આ કાવ્ય ની રચના થઇ છે. આ કાવ્ય મેં રાધાકૃષ્ણ અને અનેક દેવી દેવતા ને સાક્ષી રાખી વેન્ચુરા સનાતન મંદિર માં લખ્યું છે.  --------- હરિ થકી ચાલે નાવ મારી નાની મત્સ્યરૂપએ મોકળો માર્ગ બતાવે જાણી  આંખ ના આંસુ લુછવા અચૂક એજ આવે જમાડવા તે ધાન પણ અઢળક લાવે  વિસાત નથી મારી કે હું સમજુ એમની લીલા  શ્યામલ કૃષ્ણ કાનજી પેહરે પીતાંબર પીળા  કુંવરબાનું મામેરું અઢળક કરે ક્યારેક તે  તો ક્યારેક બની ગિરધર મીરાના દુઃખ હરે તે  વાંસળી તેની નારાયણના પ્રેમિલા વેણ ભ્રમાંડજેમાં વસે તેવા કમળ રૂપી નેણ ચારણકમળ થી નથી ખસતું મારુ ધ્યાન  એ હરિનામ સાંભળતા આત્મા ભુલે ભાન  શું ગાવ  ગીત  એના જે પોતે  છે  સ્વર  નિર્બળ નો વિધાતા મારો એ ઈશ્વર...

શોધ

Image
 શ્રી ગણેશાય નમઃ  આ કવિતાની રચના કરતા કેટલો વખત થયો તે યાદ કરો ખુબજ અઘરો છે. ઈશ્વરની ખોજ પ્રત્યેક મનુષ્યને જાણતા અજંતા હોયજ છે. મનુષ્ય નાસ્તિક હોય કે આસ્તિક, ઈશ્વર કદી તેની રચના મ ભેદભાવ નથી રાખતો. મોટો તફાવત એ છે, કે નાસ્તિક મનુષ્ય પોતાની ઉર્જા ઈશ્વરના અસ્તિત્વ ને નકારવા માં અને ઈશ્વરના અસ્તિત્વના અભાવ માં શું કરવું તે વિચવારમાં પસાર કરે છે. આસ્તિક મનુષ્ય ઈશ્વરની મહાનતા અને એની રચનાના ગુણગાન માં સમય પસાર કરે છે. આ કવિતા માં હું પોતે ઈશ્વર ને શોધું છું. ઈશ્વર ને શોધતા શોધતાજ મને તત્વજ્ઞાન થાય છે. ઈશ્વર મારી સાથે અને પાસે છે અને તે હંમેશા માટે મારુ હિત ઈચ્છે છે. મારી માનવીય બુદ્ધિ ફક્ત તેને સમજવાની ક્ષમતા નથી ધરાવતી.  Credit: https://fineartamerica.com/ શોધ  ખોજ માં તારી ભ્રમણ કરું શેરીએ શેરીએ હું રોજ ફરું  હે મને બનાવનારા છે તું ક્યાં? તું જ્યાં કહીશ હું આવીશ ત્યાં  વૃક્ષ માં તારો વાસ છે શું ? જો હોય તો વૃક્ષને ભેટીશ હું  શું ખીલનારા કમલ માં તારો વાસ? ઉગમતા સૂર્યના સ્પર્શ નો તું આભાસ શું છે તું પક્ષીઓ ની વાત માં? પવિત્રતા અને મીઠાસ માં પરમાત્મા નદ...

Ballad of an Old Soul!

Image
 Shree Ganeshay Namah!  I wrote this poem with inspiration or words from within... Lately, the time has been a bit strenuous and every day is a new revelation. Hope this makes sense or resonates with you... And yes, I am choosing a Gandalf Pic! No one is a better old soul than  Gandalf the Grey!                          Ballad of an Old Soul! Do not keep looking back, nor carry that memory sack Else it gets harder to walk, as your past sneak and stalk When your eyes gaze straight, you are molding a vital trait the future is in thoughts vanguard, now is the time! to toil very hard Ready your crew, choose wisely! think through and plan p recisely Synergy of the vision is paramount, For history to scribe glorious account When your boots are on the ground, there will be folks who will frown  navigate and keep marching ahead, while fear of criticism you shed  Preserve your ident...