શ્રી ગણેશાય નમઃ કેવટ સખા પાર કેવટ જ્યારે સ્વામી ને પાર લાવે , મનોમન સ્વામી અને સેવક હર્ષાવે, કેવું તે કૌતુક આ જોનારા ને થાય, શું સંસાર ચલાવનાર હોડી માં સમાય? વિધિના વિધાન ખેડનારો નાવડીમાં બેઠો વચન, કર્મ અને ભગવતનો અલૌકિક ભેટો શ્રી રઘુવર ને ગુમાવનારા ધ્રુસકે ને ધ્રુસકે રડે આવો દીકરો અને રાજા હવે પાછો ક્યારે જડે? ગંગાજીનું જળ પણ અતિ અશ્રુમય શાંત છે સ્વામીથી વિખુટી થવાની સજા એકાંત છે લક્ષ્મણ અને જાનકી રઘુભૂમિ ને નમન કરે આગળ હવે શું એનું ચિંતિત ચિત્ત ભ્રમણ કરે મનોમન ત્રિકાળ દર્શી મલકાય એમ અવતર્યાના જાણે વિધાન પૂરા થાય જેમ જાને તે સૌના મન અને હૃદય ની વ્યથા રક્ષા અને હેતના આશિર્વદ આપે જતા જેમ- જેમ નાવડી કિનારે નજીક આવે મત્સ્ય, સૂર્ય, પક્ષી પણ રામ જાય બોલાવે નાવ જ્યારે તટ ને સ્પરશી નમન કરે તટપાર ના દૃશ્ય નું નયન ગમન કરે કેવટ કિનારે આવી સ્વામી ને ઉતારે કહો નાથ, શું સેવા હવે ભાગે અમારે? કહે રામ, હે શ્વેત તારનારા ને તારનાર ! કર્યો છે તે મારા ઉપર જન્મ મુક્ત ઉપકાર રાખ આ મુદ્રા, મારી...
Popular posts from this blog
શોધ
શ્રી ગણેશાય નમઃ આ કવિતાની રચના કરતા કેટલો વખત થયો તે યાદ કરો ખુબજ અઘરો છે. ઈશ્વરની ખોજ પ્રત્યેક મનુષ્યને જાણતા અજંતા હોયજ છે. મનુષ્ય નાસ્તિક હોય કે આસ્તિક, ઈશ્વર કદી તેની રચના મ ભેદભાવ નથી રાખતો. મોટો તફાવત એ છે, કે નાસ્તિક મનુષ્ય પોતાની ઉર્જા ઈશ્વરના અસ્તિત્વ ને નકારવા માં અને ઈશ્વરના અસ્તિત્વના અભાવ માં શું કરવું તે વિચવારમાં પસાર કરે છે. આસ્તિક મનુષ્ય ઈશ્વરની મહાનતા અને એની રચનાના ગુણગાન માં સમય પસાર કરે છે. આ કવિતા માં હું પોતે ઈશ્વર ને શોધું છું. ઈશ્વર ને શોધતા શોધતાજ મને તત્વજ્ઞાન થાય છે. ઈશ્વર મારી સાથે અને પાસે છે અને તે હંમેશા માટે મારુ હિત ઈચ્છે છે. મારી માનવીય બુદ્ધિ ફક્ત તેને સમજવાની ક્ષમતા નથી ધરાવતી. Credit: https://fineartamerica.com/ શોધ ખોજ માં તારી ભ્રમણ કરું શેરીએ શેરીએ હું રોજ ફરું હે મને બનાવનારા છે તું ક્યાં? તું જ્યાં કહીશ હું આવીશ ત્યાં વૃક્ષ માં તારો વાસ છે શું ? જો હોય તો વૃક્ષને ભેટીશ હું શું ખીલનારા કમલ માં તારો વાસ? ઉગમતા સૂર્યના સ્પર્શ નો તું આભાસ શું છે તું પક્ષીઓ ની વાત માં? પવિત્રતા અને મીઠાસ માં પરમાત્મા નદ...
જીવન તણી નાવ
શ્રી ગણેશાય નમઃ ઉંચેરા તે મોજડાં દરિયા ના ખેલાય નાવડી જેમ માવડી ના ખોળે હીંચકા ખાય ચારે બાજુ ધોમડો રાગ ભૈરવી ગાય ત્યારે વિકરાળ દરિયો જોઈ રૂવાંટા ઉભા થાય હરિ નામ એક કાને મુખ જાય શંકર ગાય હંસવું, રડવું, જીવવું, રમવું માનવ ભૂલી જાય છાતી કાઢે દોઢ, દસ પગલાં આગળ જાય એક મોજું ઉછાળે નાવડી, વિસ ડગલાં પાછા જાય હલેસા અને બાવડા મોજા ને મારતા જાય ખલાસી જાણે જીવ આપી વહાણ ઉગારતા જાય એક આંખે સોરઠ અને બીજે સ્વર્ગ દેખાય ત્યારે એ તપસ્વી નો કર્મ પ્રભુ થાય સોનેરા તે ઇતિહાસ રક્ત અને પરસેવે લખાય વાર્તા એની ન ગવાય જે કાંઠે ઉભો સંતાય જીવન રૂપી દરિયા મેં ડૂબતો તરતો ગોથા ખાય લોકગીત તો સાહેબ એજ માનવી ના ગવાય રાતે દરિયો તાંડવ કરી સકાળે શાંત થાય બેલડી તારી ના ડૂબી જેસલ, પાપ તારા ધોવાય એકલિંગજી, કાત્યાયની ના આશિર્વદ જયારે અનુભવાય ત્યારે ચોક્કસથી જીવન માં સોનેરી પરોઢ થાય - શુક્લ પક્ષ , પૂર્ણિમા ૨૦, જુલાઈ, ૨૦૨૪ -ધ્રુવ પંડ્યા
Comments