ક્યારે થશે રાત ....
શ્રી ગણેશાય નમઃ ક્યારે થશે રાત ... આ કવિતા મેં ૨૦૧૮, અમેરિકા સ્થિત સીકોયા ના જંગલ માં લખેલી. હું બે દિવસ જંગલ માં તંબુ બાંધી ને રહ્યોતો, અંગ્રેજી ભાષા માં કેમ્પિંગ (Camping). સીકોયા ના જંગલ એના મહાન, ઊંચા અને જાડા વૃક્ષઓ માટે જણાય છે. આ જંગલ માં રીંછ અને હરણાં પણ મોટી સંખ્યા માં છે. વિશ્વ નું સૌથી મોટું વૃક્ષ અહીં આવેલું છે. ૯૦૦૦ ફટ ની ઊંચાઈ પર જયારે અંધારા માં આકાશ ને જોવો ત્યારે એની રચના કરનારા ને કેમ ભૂલી શકાય? આ કાવ્ય મેં તાપણાં ના પ્રકાશ માં લખેલું. અપ્રતિમ અનુભવ !! સૂર્ય નો ઢળતો પ્રકાશ અને વાદળો છે ઊંચા વૃક્ષ છે જાડા અને લાંબા પણ પાન એના છુંછા પક્ષી કરે કલરવ અને હરણાં જોવે મોટી વાટ આ પારકા દેશ માં રામ જાણે ક્યારે થશે રાત તાપણાં પાસે બેસી હું માહા અગ્નિ ને નિહાળું ગરમી ચાલુ રાખવા વીણેલા લાડકા હું બાળુ ઘના વન માં આ અગ્નિ જાણે પ્રભુ મારા તાત આ પારકા દેશ માં રામ જાણે ક્યારે થશે રાત ઝરણું જાતું નીચે નીરનું, રીંછ શ્રીમંત ચાલે મોટા પવન ના સિસકારા ફૂંકે, બોલે શબ્દો સાવ ખોટા...