Posts

Showing posts from August, 2022

હરિ તમારો સાથ

Image
 શ્રી ગણેશાય નમઃ  જીવન ના પ્રતેક પડાવ માં નારાયણ કોક ને કોક સ્વરૂપ માં મારી રક્ષા એ દોડ્યા છે. એ ક્યારેક માં બને ને તો ક્યારેક મિત્ર બની ને, તો ક્યારેક પિતા સ્વરૂપે, તો કરાયે એક કુતરા ના પ્રેમ માં! જીવન માં માન, સન્માન તો ફક્ત નારાયણ થી છે, બાકી તો અવર-જવર છે. આત્મા ની પ્રાર્થના કેમ છે એનો મને ભાસ થયો ત્યારે આ કાવ્ય ની રચના થઇ છે. આ કાવ્ય મેં રાધાકૃષ્ણ અને અનેક દેવી દેવતા ને સાક્ષી રાખી વેન્ચુરા સનાતન મંદિર માં લખ્યું છે.  --------- હરિ થકી ચાલે નાવ મારી નાની મત્સ્યરૂપએ મોકળો માર્ગ બતાવે જાણી  આંખ ના આંસુ લુછવા અચૂક એજ આવે જમાડવા તે ધાન પણ અઢળક લાવે  વિસાત નથી મારી કે હું સમજુ એમની લીલા  શ્યામલ કૃષ્ણ કાનજી પેહરે પીતાંબર પીળા  કુંવરબાનું મામેરું અઢળક કરે ક્યારેક તે  તો ક્યારેક બની ગિરધર મીરાના દુઃખ હરે તે  વાંસળી તેની નારાયણના પ્રેમિલા વેણ ભ્રમાંડજેમાં વસે તેવા કમળ રૂપી નેણ ચારણકમળ થી નથી ખસતું મારુ ધ્યાન  એ હરિનામ સાંભળતા આત્મા ભુલે ભાન  શું ગાવ  ગીત  એના જે પોતે  છે  સ્વર  નિર્બળ નો વિધાતા મારો એ ઈશ્વર...