મન મારુ હર્ષાય


મન મારુ હર્ષાય






 ટહુકા કરતો મોરલો મોટેથી સંભળાય 

ખળ ખળ વેહ્તું પાણી સરળ સરળ જાય 

આભ સમો ઊંચો પર્વતલો ચમકતો દેખાય 

હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન હર્ષાય 


પીળા તે એ ફૂલડાં પર્વત પર લહેરાય 

લીલા લીલા ઝાડવા એક બીજા માં સંતાય

સામે નાચતું હરણ્યું વેગ થી પસાર થાય 

હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન મલકાય 


વાદળા રહિત આભ માં પક્ષી જયારે ગાય 

હલકા સરળતા એ વાયરે સુંદર કવિતા ઘડાય 

આથમતો સૂર્ય જયારે કેસરી રંગ ભરતો જાય 

હૃદય મારુ ગાતું ગીત સાંભળી મન ખુબ હર્ષાય 



શું વરણું આગળ હવે જયારે ચંદ્ર તારા દેખાય 

મોર ગયો પોઢી હવે તો ઘૂવડ છે ડાયરો ગાય 

આ સંગીત યજ્ઞમાં જયારે શિયાળ પણ સંભળાય 

હૃદય મારું શાંત થઇ મન પણ સુઈ જાય....

-ધ્રુવ પંડ્યા 
દિનાંક: ૧૫ એપ્રિલ ૨૦૨૩ 




Comments

Popular posts from this blog

શોધ