જીવન તણી નાવ
શ્રી ગણેશાય નમઃ
ઉંચેરા તે મોજડાં દરિયા ના ખેલાય
નાવડી જેમ માવડી ના ખોળે હીંચકા ખાય
ચારે બાજુ ધોમડો રાગ ભૈરવી ગાય
ત્યારે વિકરાળ દરિયો જોઈ રૂવાંટા ઉભા થાય
હરિ નામ એક કાને મુખ જાય શંકર ગાય
હંસવું, રડવું, જીવવું, રમવું માનવ ભૂલી જાય
છાતી કાઢે દોઢ, દસ પગલાં આગળ જાય
એક મોજું ઉછાળે નાવડી, વિસ ડગલાં પાછા જાય
હલેસા અને બાવડા મોજા ને મારતા જાય
ખલાસી જાણે જીવ આપી વહાણ ઉગારતા જાય
એક આંખે સોરઠ અને બીજે સ્વર્ગ દેખાય
ત્યારે એ તપસ્વી નો કર્મ પ્રભુ થાય
સોનેરા તે ઇતિહાસ રક્ત અને પરસેવે લખાય
વાર્તા એની ન ગવાય જે કાંઠે ઉભો સંતાય
જીવન રૂપી દરિયા મેં ડૂબતો તરતો ગોથા ખાય
લોકગીત તો સાહેબ એજ માનવી ના ગવાય
રાતે દરિયો તાંડવ કરી સકાળે શાંત થાય
બેલડી તારી ના ડૂબી જેસલ, પાપ તારા ધોવાય
એકલિંગજી, કાત્યાયની ના આશિર્વદ જયારે અનુભવાય
ત્યારે ચોક્કસથી જીવન માં સોનેરી પરોઢ થાય
- શુક્લ પક્ષ , પૂર્ણિમા ૨૦, જુલાઈ, ૨૦૨૪
-ધ્રુવ પંડ્યા
Comments